તેણે લખ્યું, `મનુ ભાકર અને તેના પરિવારને મળીને આનંદ થયો. તેણે ભારતને ગર્વ પમાડ્યો છે. તેના પ્રત્યે ખૂબ આદર છે.’
મનુ ભાકર, જૉન અબ્રાહમ
પૅરિસમાં ચાલી રહેલી ઑલિમ્પિક્સમાં પિસ્ટલ શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને મનુ ભાકરે દેશનું સન્માન વધાર્યું છે. તે પહેલી એવી ભારતીય મહિલા બની જેણે ઑલિમ્પિક્સમાં ડબલ મેડલ જીત્યા હોય. મનુએ વિમેન્સ સિંગલ્સમાં ૧૦ મીટર ઍર પિસ્ટલમાં ૨૨૧.૭ પૉઇન્ટ્સની સાથે પહેલો મેડલ જીત્યો હતો. બાદમાં સરબજોત સિંહ સાથે મળીને ૧૦ મીટર મિક્સ્ડ પિસ્ટલ ઇવેન્ટમાં બીજો મેડલ જીત્યો હતો. હરિયાણામાં રહેતી મનુ ગઈ કાલે ભારત આવી ગઈ છે અને તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે હવે ઑલિમ્પિક્સની ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લેવા માટે ફરી પાછી પૅરિસ જવાની છે. જૉન એબ્રાહમે ગઈ કાલે તેની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉને કૅપ્શન આપી, ‘મનુ ભાકર અને તેના પરિવારને મળીને આનંદ થયો. તેણે ભારતને ગર્વ પમાડ્યો છે. તેના પ્રત્યે ખૂબ આદર છે.’