દિગ્દર્શક રૉબ સૅવેજને ફિલ્મમાં રહેલા `જમ્પસ્કૅર્સ` (અચાનક ચોંકાવનારા દ્રશ્યો)ની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું હતું. તાજેતરની એક મુલાકાતમાં તેમણે કહ્યું, "અરે, લગભગ 50. તે તેના પર નિર્ભર કરે છે કે તમે `જમ્પસ્કૅર`ની વ્યાખ્યા કેવી રીતે કરો છો."
Other Mommy ફિલ્મોનો એક સીન
હૉલિવૂડની નવી હૉરર ફિલ્મ ‘અધર મૉમી’ 9 ઑક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. યુનિવર્સલ પિક્ચર્સ ઇન્ડિયા આ ફિલ્મને દર્શકો સમક્ષ લાવી રહ્યું છે અને તેનું વિતરણ વૉર્નર બ્રધર્સ ડિસ્કવરી કરશે. આ ફિલ્મને રૉબ સૅવેજ ડિરેક્ટ કરી રહ્યા છે. જેમ્સ વૉન અને બ્લુમહાઉસનું `એટોમિક મોન્સ્ટર` આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ઑસ્કાર વિજેતા જેસિકા ચેસ્ટાઇન ફિલ્મમાં બે ભૂમિકા ભજવે છે; તે બૅલાની મમ્મી `ઉર્સૂલા` અને ‘અધર મૉમી’ તરીકે ઓળખાતી એક રહસ્યમય શક્તિ - એમ બન્ને પાત્રો ભજવવાની છે.
વાર્તા શું છે?
ADVERTISEMENT
‘અધર મૉમી’ જૉશ મેલરમૅનની બૅસ્ટ-સેલિંગ નવલકથા પર આધારિત છે. વાર્તા બૅલા નામની એક યુવતીની આસપાસ ફરે છે, જે તેના ઘરમાં જ એક રહસ્યમય શક્તિને મળે છે. આ શક્તિ દેખાવમાં બિલકુલ તેની મમ્મી ઉર્સૂલા જેવી જ છે. શરૂઆતમાં, બૅલા તે શક્તિ સાથે એક સંબંધ જાળવે છે, પરંતુ આગળ જતાં આ શક્તિ જોખમી બની જાય છે અને બૅલાને નિશાન બનાવે છે. જે ડુપ્લાસ બૅલાના પિતા `ડેડો`ની ભૂમિકામાં છે, જ્યારે અરાબેલ્લા ઓલિવિયા ક્લાર્ક બૅલાના પાત્રમાં જોવા મળશે. ડિચેન લેચમૅન પેરાનોર્મલ સાયન્ટિસ્ટ લૉઈસ ઍન્થોનીની ભૂમિકામાં છે. આરિયન મોયેદ ફૅમલી ફ્રૅન્ડ `અંકલ ફ્રૅન્ક` તરીકે જોવા મળે છે અને કૅરન એલન બૅલાની દાદી રૂથની ભૂમિકા ભજવશે. સીન કૌફમેન, ઍડમ સિલ્વર અને એલેક સેકેરાનુ પણ ફિલ્મમાં જોવા મળશે.
ફિલ્મોમાં કેટલા જમ્પસ્કૅર્સ`?
દિગ્દર્શક રૉબ સૅવેજને ફિલ્મમાં રહેલા `જમ્પસ્કૅર્સ` (અચાનક ચોંકાવનારા દ્રશ્યો)ની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું હતું. તાજેતરની એક મુલાકાતમાં તેમણે કહ્યું, "અરે, લગભગ 50. તે તેના પર નિર્ભર કરે છે કે તમે `જમ્પસ્કૅર`ની વ્યાખ્યા કેવી રીતે કરો છો. મને લાગે છે કે ક્યારેક સીનમાં એક સારું `જમ્પસ્કૅર` બધા ફિલ્મોની જેમ `શાંતિ... શાંતિ... પછી જોરદાર અવાજ` વાળા ફોર્મ્યુલા વિના પણ બતાવી શકાય છે. મોટા ભાગની ફિલ્મોમાં આવો જ ફોર્મુલા હોય છે." ફિલ્મના હૉરર વિશે વાત કરતા સૅવેજે કહ્યું, "આ ફિલ્મમાં હૉરરની તમામ બાબતો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ભયનું વાતાવરણ અને ભવ્ય દ્રશ્યો છે, જે ઊંડા અવિશ્વાસ અને શંકાની બૅકગ્રાઉન્ડ પર બનાવ્યા છે. પ્રેક્ષકો સતત એ વિચારતા રહે છે કે તેઓ જે જોઈ રહ્યા છે તે વાસ્તવિકતા છે કે નહીં, તેમની સામેની વ્યક્તિ ઉર્સુલા છે કે `અધર મૉમી` (Other Mommy), અને શું તેઓ મુખ્ય પાત્રોમાંથી કોઈના પર વિશ્વાસ કરી શકે છે કે નહીં."
ફિલ્મ 9 ઑક્ટોબરે રિલીઝ થશે
અચાનક ચોંકાવી દેતા દ્રશ્યો (jump scares) સાથે, આ ફિલ્મ ભય અને મૂંઝવણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સમગ્ર વાર્તા દરમિયાન, બૅલા એ સવાલ સાથે લડે છે કે શું તેની આસપાસના લોકો પર વિશ્વાસ કરી શકે છે.
