૨૦૧૯માં જયા પ્રદા બીજેપીમાં જોડાઈ હતી
જયા પ્રદા
ઍક્ટર-પૉલિટિશ્યન જયા પ્રદા હવે તેલુગુ પૉલિટિક્સમાં શિફ્ટ થવા માગે છે. ભૂતપૂર્વ એમપી અને બીજેપી લીડર હવે તેલંગણા અથવા તો આંધ્ર પ્રદેશમાં ઍક્ટિવ પૉલિટિશ્યન તરીકે કામ કરવા માગે છે. તેમણે હાલમાં જ હૈદરાબાદમાં એક સ્કિન ક્લિનિકના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ દરમ્યાન જયા પ્રદાએ કહ્યું હતું કે ‘આ વખતે મારે હવે તેલુગુ સ્ટેટ્સના પૉલિટિક્સમાં દાખલ થવું છે.’
૨૦૧૯માં જયા પ્રદા બીજેપીમાં જોડાઈ હતી. તેમની ૨૮ વર્ષની પૉલિટિકલ કરીઅરમાં તેમણે ઘણી પાર્ટીઓ બદલી છે અને હવે તેઓ તેલુગુ સ્ટેટ્સ માટે 24x7 હાજર રહી સેવા કરવા માગે છે.


