જાહ્નવી કપૂરની ‘મિલી’ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને જાહ્નવીના ડૅડી બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે

જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિલી
જાહ્નવી કપૂર સેટ પર સૌથી વધુ મહેનત કરે છે. તેનું કહેવું છે કે લોકોને તેને લઈને કેટલીક ગેરસમજણ છે. ૨૦૧૮માં આવેલી ‘ધડક’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી છે એ વાત તો સૌકોઈ જાણે છે. તેનું કહેવું છે કે લોકો એમ માને છે કે તે તેની પોઝિશનનો ખોટો ફાયદો પણ ઉઠાવે છે. એ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘લોકો એમ માને છે કે હું મારી પોઝિશનનો ફાયદો ઉઠાવું છું. મને લઈને લોકોમાં આ સૌથી મોટી ગેરસમજણ છે. તેમને લાગે છે કે મારી પાસે પ્રિવિલેજ છે, એથી હું સખત મહેનત કરવાથી અજાણ છું. હું કદાચ સૌથી વધુ ટૅલન્ટેડ નહીં હોઉં અથવા તો સૌથી વધુ સુંદર પણ નહીં હોઉં. મારી પાસે દેખાડવા માટે એવી કોઈ સ્કિલ પણ નહીં હોય, પરંતુ હું તમને પ્રૉમિસ કરું છું કે સેટ પર હું સૌથી વધુ મહેનતુ વ્યક્તિ છું. આ બાબત તો હું લોહીથી લખીને પણ આપવા તૈયાર છું, જેથી તમે મારી કામની રીતભાત પર સવાલ ન કરી શકો.’
પોતાની કરીઅરની ચૉઇસ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘હું એક જ વસ્તુ વારંવાર નથી કરવા માગતી, કારણ કે એનાથી હું કંટાળી જાઉં છું. એક જ વસ્તુને રિપીટ કરવી મને નથી પસંદ. પોતાની જાતને ચૅલેન્જ કરવું ગમે છે, કારણ કે એનાથી જ મારો વિકાસ થશે. નહીં તો એમ લાગશે કે હું સમય વેડફી રહી છું.’
View this post on Instagram
‘મિલી’ થશે ૪ નવેમ્બરે રિલીઝ
જાહ્નવી કપૂરની ‘મિલી’ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને જાહ્નવીના ડૅડી બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. મુથુકુટ્ટી ઝેવિયરે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. મલયાલમ ફિલ્મ ‘હેલન’ની આ હિન્દી રીમેક છે. ‘મિલી’માં તેની સાથે મનોજ પાહવા અને સની કૌશલ પણ જોવા મળશે. ફિલ્મમાં જાહ્નવી ૨૪ વર્ષની બીએસસી નર્સિંગ ગ્રૅજ્યુએટ મિલી નૌડિયાલના રોલમાં દેખાવાની છે. ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એને જોઈને લાગે છે કે તે ક્યાંક ફસાઈ ગઈ છે. આ એક રિયલ સ્ટોરી પર આધારિત છે. એમાં દેખાડવામાં આવે છે કે તે કૅનેડામાં કામ કરવા જાય છે, પરંતુ પાછી ફરતી નથી અને ગાયબ થઈ જાય છે. આ થ્રિલરના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી, એક કલાકની અંદર તેની લાઇફ બદલાઈ જાય છે.