જાહ્નવીનો હાલમાં જ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે શિખર સાથે જોવા મળી રહી છે
તિરુપતિમાં કહેવાતા બૉયફ્રેન્ડ સાથે જોવા મળી જાહ્નવી
જાહ્નવી કપૂરે હાલમાં જ તેના કહેવાતા બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે તિરુપતિ બાલાજીની મુલાકાત લીધી છે. જાહ્નવીનો હાલમાં જ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે શિખર સાથે જોવા મળી રહી છે. જાહ્નવી પિન્ક અને લાઇટ ગ્રીન લેહંગામાં જોવા મળી છે અને શિખર વાઇટ ધોતીમાં જોવા મળી રહ્યો છે. તેમની સાથે જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ હાજર હતી. શિખર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેનો ગ્રૅન્ડસન છે. શિખર હાલમાં ઘણી વાર કપૂર ફૅમિલી સાથે જોવા મળી રહ્યો છે. તે વીક-એન્ડમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં બોની કપૂર સાથે જોવા મળ્યો હતો. જાહ્નવી હાલમાં જુનિયર એનટીઆરની ફિલ્મના શૂટિંગ માટે સાઉથમાં છે અને એથી તે તિરુપતિ બાલાજીના મંદિરમાં આશીર્વાદ લેવા માટે ગઈ હતી.


