આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે

વરુણ ધવન અને જાહ્નવી કપૂર
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ‘બવાલ’ ૬ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મને નિતેશ તિવારીએ ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ રોમૅન્ટિક-ઍક્શન ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. જોકે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને અન્ય ટેક્નિકલ જરૂરિયાતને કારણે આ ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી છે. ટ્વિટર પર નિતેશ તિવારીએ ટ્વીટ કર્યું કે ‘સાજિદ સર સાથે મારી આ બીજી ફિલ્મ છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ‘બવાલ’ થિયેટરમાં ૬ ઑક્ટોબરે રિલીઝ થશે.’