બોની કપૂરે જણાવ્યું છે કે તેની દીકરી જાહ્નવી કપૂર તામિલ ફિલ્મોમાં કામ નથી કરી રહી.

જાહ્નવી કપૂર
બોની કપૂરે જણાવ્યું છે કે તેની દીકરી જાહ્નવી કપૂર તામિલ ફિલ્મોમાં કામ નથી કરી રહી. સાથે જ એવી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે એવી પણ વિનંતી કરી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની જાહ્નવી પ્રશંસા કરે છે. એથી એવી અફવા ફેલાઈ હતી કે તે તામિલ ફિલ્મમાં સાઉથના કાર્તી સાથે દેખાવાની છે.
જોકે આ માત્ર અફવા જ છે. એની પુષ્ટિ કરતાં ટ્વિટર પર બોની કપૂરે ટ્વીટ કર્યું કે ‘ડિયર મીડિયા ફ્રેન્ડ્સ, તમને સૌને જણાવવા માગું છું કે હાલમાં તો જાહ્નવી કપૂર કોઈ પણ તામિલ ફિલ્મોમાં કામ નથી કરી રહી. આવી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે.’