તેમ જ એમાં વરુણ ધવન જોવા મળશે એવી પણ વાતો ચાલી રહી છે

બોની કપૂર
બોની કપૂરનું કહેવું છે કે ‘લવ ટુડે’ની રીમેક બનવવા માટે તેમણે કોઈ રાઇટ્સ નથી ખરીદ્યા. તામિલ ફિલ્મ ‘લવ ટુડે’ ખૂબ જ હિટ રહી હતી. આ ફિલ્મની હિન્દી રીમેક બનાવવા માટે બોની કૂપરે રાઇટ્સ ખરીદ્યા હોવાની ચર્ચા છે. તેમ જ એમાં વરુણ ધવન જોવા મળશે એવી પણ વાતો ચાલી રહી છે. જોકે બોની કપૂરે કોઈ રાઇટ્સ નથી ખરીદ્યા. આ વિશો બોની કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘મહેરબાની કરીને ધ્યાન આપજો કે મેં ‘લવ ટુડે’ની હિન્દી રીમેક બનાવવા માટે કોઈ રાઇટ્સ નથી લીધા. સોશ્યલ મીડિયા પર જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે એ ખોટા અને પાયાવિહોણા છે.’