° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


જેમ્સ કૅમરુને હૉલીવુડમાં ફિલ્મ બનાવવાની ઑફર આપી રાજામૌલીને

22 January, 2023 01:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજામૌલીએ બનાવેલી ‘RRR’ દેશવિદેશમાં ધૂમ મચાવી છે

એસ. એસ. રાજામૌલી

એસ. એસ. રાજામૌલી

એસ. એસ. રાજામૌલીને હૉલીવુડમાં ફિલ્મ બનાવવાની ઑફર જેમ્સ કૅમરુને આપી છે. રાજામૌલીએ બનાવેલી ‘RRR’ દેશવિદેશમાં ધૂમ મચાવી છે. રામચરણ અને જુનિયર એનટીઆરની આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. સાથે જ ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. તાજેતરમાં જ રાજામૌલીએ હૉલીવુડમાં ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફિલ્મ મેકિંગને લઈને જેમ્સ કૅમરુન સાથે થયેલી વાતચીત વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘તેમણે મને કહ્યું કે ‘જો તમારે ફિલ્મ બનાવવી હોય તો ચાલો એના પર ચર્ચા કરીએ.’ આનાથી તો વધુ સારું કાંઈ ન હોઈ શકે. મેં તેમને કહ્યું કે મેં તમારી બધી ફિલ્મો જોઈ અને એમાંથી પ્રેરણા મળી છે. ‘ટર્મિનેટર’, ‘અવતાર’, ‘ટાઇટૅનિક’ દરેક ફિલ્મ જોઈ છે. મને તમારું કામ ગમ્યું છે.’

રાજામૌલીનો આભાર વ્યક્ત કરતાં જેમ્સ કૅમરુને કહ્યું કે ‘થૅન્ક યુ. એ સાચી વાત છે. હવે તમારાં કૅરૅક્ટર્સને હું જોઉં છું. એને જોઈને એનો એહસાસ થાય છે. એનો સેટઅપ, ફાયર, પાણી અને સ્ટોરી. એક પછી એક ખુલાસા. બાદમાં તમે એમાં ભૂતકાળની સ્ટોરી દેખાડો છો. દરેક વસ્તુ વિશે સ્પષ્ટીકરણ આપેલું છે. કોણ શું કરે છે અને શું કામ કરે છે અને ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ, ફ્રેન્ડશિપ અને એક તબક્કે દેખાડવામાં આવે છે કે તેની હત્યા ન કરી શકે. એ બધું ખૂબ પાવરફુલ લાગે છે.’

ફિલ્મને લઈને આ પ્રશંસનીય શબ્દો સાંભળીને જેમ્સ કૅમરુનને રાજામૌલીએ કહ્યું કે ‘તમારી પાસેથી આ સાંભળીને મને અવૉર્ડ જીતવાનો અનુભવ થાય છે. મને વિશ્વાસ નથી બેસતો કે તમે મારી ફિલ્મ જોઈ છે અને તમે એનું વિશ્લેષણ કર્યું છે. ઓહ માય ગૉડ.’

22 January, 2023 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અન્ડર 30 એશિયન સેલેબ્સના લિસ્ટમાં સામેલ થયાં આલિયા અને ​રશ્મિકા

૨૦૨૨માં જે કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી લોકો પર છાપ છોડી હોય તેમનાં નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે

29 January, 2023 11:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રાખી સાવંતની માતાનાં નિધન, હૉસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર

રાખી સાવંતએ અગાઉ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી

28 January, 2023 10:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે

28 January, 2023 08:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK