તેના પાત્રને નવો લુક આપવા માટે ખાસ કૉસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે
જૅકી શ્રોફ
જૅકી શ્રોફ તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં બાવીસ કિલોના કૉસ્ચ્યુમ્સ પહેરતો જોવા મળશે એવું જાણવા મળ્યું છે. તેના પાત્રને નવો લુક આપવા માટે ખાસ કૉસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ હટકે કૉસ્ચ્યુમ્સ વિશે જૅકી શ્રોફ તરફથી હજી સુધી કોઈ નિવેદન નથી આવ્યું. આ ફિલ્મનાં બે શેડ્યુલ જૅકી શ્રોફે શૂટ કર્યાં છે. અગાઉ આ રોલ સંજય દત્તને મળ્યો હતો, પરંતુ તેની એક્ઝિટ થતાં જૅકી શ્રોફની એન્ટ્રી થઈ હતી. આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થનાર આ ફિલ્મને અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મમાં અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, દિશા પાટણી, લારા દત્તા, રવીના ટંડન, રાજપાલ યાદવ, તુષાર કપૂર અને શ્રેયસ તળપદે લીડ રોલમાં દેખાશે.

