આ ફિલ્મમાં અનિલ કપૂર પછી એક મહત્ત્વના રોલ માટે જૅકી શ્રોફને સાઇન કરવામાં આવ્યા હોવાની ચર્ચા
અનિલ કપૂર, શાહરુખ ખાન, જૅકી શ્રોફ
‘પઠાન’ પછી શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ હવે સાથે મળીને ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘કિંગ’નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, તેની દીકરી સુહાના, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં આ ફિલ્મમાં અનિલ કપૂરને મહત્ત્વના રોલ માટે સાઇન કરવામાં આવ્યો હોવાના સમાચાર હતા અને હવે ખબર પડી છે કે આ ફિલ્મમાં હવે એક ખાસ રોલમાં જૅકી શ્રોફની પણ એન્ટ્રી થઈ છે. જૅકી શ્રોફને ફિલ્મની વાર્તા ગમી છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે.
આ પહેલાં શાહરુખ ખાન અને જૅકી શ્રોફ ‘કિંગ અંકલ’, ‘ત્રિમૂર્તિ’, ‘દેવદાસ’, ‘હૅપી ન્યુ યર’ અને ‘પઠાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
‘કિંગ’માં અર્શદ વારસી અને અભય વર્મા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ભારત અને યુરોપમાં થશે અને ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

