ઈશાન ખટ્ટરની ‘પિપ્પા’ને સીધી ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. રૉની સ્ક્રૂવાલા દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મની જાહેરાત કંગના રનોટની ‘તેજસ’ સાથે કરવામાં આવી હતી.
ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટરની ‘પિપ્પા’ને સીધી ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે. રૉની સ્ક્રૂવાલા દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મની જાહેરાત કંગના રનોટની ‘તેજસ’ સાથે કરવામાં આવી હતી. આ બન્ને ફિલ્મ ઇન્ડિયન ઍર ફોર્સ પર આધારિત છે. કંગનાની ‘તેજસ’ બૉક્સ-ઑફિસ પર કમાલ કરી શકી નથી અને ‘પિપ્પા’ પણ થિયેટરની જગ્યાએ સીધી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આથી રૉની સ્ક્રૂવાલાની બન્ને ફિલ્મે બિઝનેસની દૃષ્ટિએ ખોટ કરી છે. લોકોની પસંદગી બદલાઈ ગઈ હોવાથી હવે આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાને કોઈ મતબલ નથી એવું ફિલ્મના સ્ટેકહોલ્ડર્સનું માનવું છે. આ એક સારી ફિલ્મ છે, પરંતુ લોકો થિયેટર્સમાં હવે ચોક્કસ પ્રકારની ફિલ્મો જોવા માટે જ જાય છે અને એથી જ આ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૭૫ કરોડમાં બની છે. આ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવે તો એ વધુ નુકસાન કરી શકે છે, કારણ કે એમાં કોઈ મોટા સ્ટાર્સ ન હોવાથી લોકો એને જોવા જાય એવા ચાન્સ ખૂબ જ ઓછા છે. આથી મેકર્સ દ્વારા ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે ફિલ્મને ડાયરેક્ટ ડિજિટલ પર રિલીઝ કરવામાં આવી છે જેથી પૈસા વધુ રિકવર કરી શકાય.


