ઈશાન ખટ્ટર હાલમાં મલેશિયન મૉડલ ચાંદની બેન્ઝ સાથે જાહેરમાં જોવા મળ્યો હતો અને તેનો હાથ પકડીને ચાલી રહ્યો હતો
ફાઇલ તસવીર
ઈશાન ખટ્ટર હાલમાં મલેશિયન મૉડલ ચાંદની બેન્ઝ સાથે જાહેરમાં જોવા મળ્યો હતો અને તેનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. બન્ને સાથે કારમાં બેસીને ગયાં હતાં. અનન્યા પાન્ડે સાથેના બ્રેકઅપ બાદ તે ચાંદનીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. તે ચાંદનીને બાઇક-રાઇડ પર પણ લઈ ગયો હતો. શુક્રવારે રાતે તેઓ ડિનર ડેટ પર જોવા મળ્યાં હતાં. ચાંદનીને કારનો દરવાજો ખોલીને બેસાડી હતી અને ત્યાર બાદ ઈશાને ફોટો માટે પોઝ પણ આપ્યો હતો. જૂનથી તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય એવા સમાચાર છે, પરંતુ બેમાંથી એકે પણ એ વિશે જવાબ નથી આપ્યો. જોકે હાલમાં જાહેરમાં હાથ પકડીને ચાલતાં તેમણે તમામ અટકળોને પૂર્ણવિરામ આપી દીધું હોય એવું લાગી રહ્યું છે.


