Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીન સિદ્દીકી સર્વાઇવલ માટે નાના રોલ કરતો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી સર્વાઇવલ માટે નાના રોલ કરતો હતો

24 November, 2022 03:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ‘જર્ની ઍઝ ઍન ઍક્ટર’ વિષય પર પોતાના વિચાર જણાવી રહ્યો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે સર્વાઇવલ માટે હું નાના રોલ કરતો હતો. તે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં ‘જર્ની ઍઝ ઍન ઍક્ટર’ વિષય પર પોતાના વિચાર જણાવી રહ્યો હતો. તેની આગામી ફિલ્મ ‘હડ્ડી’માં તેણે ટ્રાન્સજેન્ડર સાથે કામ કર્યું છે. નાના રોલ કરવા વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘મને નાના રોલ ઑફર કરવામાં આવતા હતા એથી જીવવા માટે મેં એને સ્વીકાર્યા હતા. મારી પાસે બીજો કોઈ પર્યાય નહોતો. હું કદી નિરાશ નહોતો થયો. કપરો સમય તમને સ્ટ્રૉન્ગ બનાવે છે. જો તમે ઝીરોથી શરૂઆત કરો તો તમારે શીખેલી બધી વસ્તુઓ ભૂલવી પડે.’
ફિલ્મોની સાથે જ નવાઝુદ્દીને વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ  નેટ​ફ્લિક્સની ‘સેક્રેડ ગેમ્સ’માં પણ તેણે કામ કર્યું હતું અને એ ખૂબ હિટ હતી. તેણે જણાવ્યું કે શરૂઆતમાં હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર વેબ-સિરીઝમાં કામ કરતાં અચકાતો હતો. ઍક્ટિંગ વિશેના પોતાના પ્રેમ વિશે નવાઝુદ્દીને કહ્યું કે ‘ઍક્ટિંગ મારો શોખ છે અને હું એનાથી કંટાળતો નથી. ઍક્ટિંગ મારું સર્વસ્વ છે, એ મારી લાઇફ છે. ઍક્ટિંગની તરસ છિપાવવા માટે તો મને એક જીવન પણ ઓછું પડે એમ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK