હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’માં તેમની વચ્ચે કિસિંગ સીનને લઈને આસામના ઍરફોર્સ ઑફિસર સૌમ્યદીપ દાસે વાંધો ઉઠાવ્યો છે.
ફાઈટર ફિલ્મ
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’માં તેમની વચ્ચે કિસિંગ સીનને લઈને આસામના ઍરફોર્સ ઑફિસર સૌમ્યદીપ દાસે વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે આવી સીનથી ઇન્ડિયન ઍર ફોર્સ (આઇએએફ)નું અપમાન થાય છે. તેમની આ વાત પર ચોખવટ કરતાં ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ‘મને આ સવાલ પર જવાબ આપવાનું ગમશે. આ ફિલ્મ પૂરેપૂરી એએફઆઇને સાથે રાખીને બનાવવામાં આવી છે. એએફઆઇ આ ફિલ્મનું સહભાગી હતું અને ફિલ્મનું મોટું પાર્ટનર પણ છે. આ ફિલ્મ માટે એએફઆઇ સાથે ઘણી પ્રક્રિયામાંથી પસાર થયા હતા. ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડીને પ્રોડક્શનનું પ્લાનિંગ, સેન્સર બોર્ડને દેખાડતાં પહેલાં તેમને દેખાડી, એએફઆઇ સાથે ફરીથી તેમણે જોઈ. સેન્સર બાદ તેમણે ફિલ્મનો રિવ્યુ આપ્યો અને ત્યાર બાદ અમને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)ની ફિઝિકલ કૉપી આપી હતી. ત્યાર બાદ અમને સેન્સર તરફથી સર્ટિફિકેટ મળ્યું હતું. એ પછી અમે આખી ફિલ્મ ઇન્ડિયન ઍર ફોર્સને દેખાડી હતી. એમાં ઍરફોર્સના ચીફ મિસ્ટર ચૌધરી અને દેશભરનાં ૧૦૦થી વધુ ઍર માર્શલ્સ હાજર હતા. ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલાં અમે તેમને માટે દિલ્હીમાં સ્ક્રીનિંગ રાખ્યું હતું અને તેમણે ઊભા થઈને આ ફિલ્મને માન પણ આપ્યું હતું.’