Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અહમદ ખાનની વિનંતી પર ‘બાગી 2’ કરી હતી મનોજ બાજપાઈએ

અહમદ ખાનની વિનંતી પર ‘બાગી 2’ કરી હતી મનોજ બાજપાઈએ

06 April, 2023 05:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મે બસો કરોડનો બિઝનેસ કર્યો હતો

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ


મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે તેણે અહમદ ખાનની વિનંતી પર ‘બાગી 2’માં કામ કર્યું હતું. આ બન્ને ખાસ ફ્રેન્ડ છે. ‘સત્યા’નું ‘સપને મેં મિલતી હૈ’ ગીતને અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. એ વખતે અહમદ નાની ઉંમરનો હતો. ‘બાગી 2’ને અહમદ ખાને ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, દિશા પાટણી અને રણદીપ હુડા લીડ રોલમાં હતાં. અહમદ ખાન વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘અહમદ ખાને ‘સપને મેં મિલતી હૈ’ ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું. અમે બધા યંગ હતા અને તે નાનો હતો. તેણે મને એક જ વાત કહી હતી, ‘મનોજ, મને ફિલ્મ બનાવવામાં મદદ કર, કારણ કે મારી ઇચ્છા છે કે આ ફિલ્મ સફળ બને.’ આવા શબ્દો કોઈ ફ્રેન્ડ કહે તો એ પૂરતું જ હતું અને તેણે મને બ્લૉકબસ્ટર ફિલ્મ આપી છે.’

આ ફિલ્મે બસો કરોડનો બિઝનેસ કર્યો હતો. એના પર ખુશી વ્યક્ત કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘મને નથી લાગતું કે મારી કોઈ ફિલ્મે બસો કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય.’


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2023 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK