દીકરાની આગામી ફિલ્મ વૉર 2ના ગીત આવણ જાવણ પર જબરદસ્ત ડાન્સ કર્યો
પીન્કી રોશન
૧૪ ઑગસ્ટે રિલીઝ થનારી હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વૉર 2’નું પ્રથમ ગીત ‘આવણ જાવણ’ તાજેતરમાં રિલીઝ થયું છે, જેમાં તે કિઆરા અડવાણી સાથે રોમૅન્સ કરતો જોવા મળે છે. આ રોમૅન્ટિક ગીત લોકોમાં ખૂબ હિટ થઈ રહ્યું છે. હૃતિકની આ ફિલ્મ વિશે તેની મમ્મી પિન્કી રોશન પણ બહુ ઉત્સાહી છે. હાલમાં ૭૦ વર્ષનાં પિન્કી રોશને પણ પોતાના પુત્રના ગીત ‘આવણ જાવણ’ પર શાનદાર ડાન્સ કર્યો છે. તેમના આ ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પિન્કી રોશન જિમમાં પોતાના બે ટ્રેઇનર્સ સાથે ‘આવણ જાવણ’ ગીતના હુક-સ્ટેપ પર ડાન્સ કરી રહ્યાં છે અને આ દરમ્યાન તેમની ઊર્જા અને આત્મવિશ્વાસ જોવાલાયક છે.


