‘ફાઇટર’ જોયા બાદ મેજર જનરલ જી. ડી. બક્ષીએ કરી તેની પ્રશંસા
હૃતિક રોશન
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે રિલીઝના ૧૪ દિવસમાં ૧૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ જોયા બાદ મેજર જનરલ જી. ડી. બક્ષી તેની પ્રશંસા કરતાં થાકતા નથી. તેમના મુજબ ફિલ્મમાં શાનદાર ઍક્શન સીક્વન્સ દેખાડવામાં આવી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર મેજર જનરલ જી. ડી. બક્ષીએ પોસ્ટ કર્યું કે ‘હાલમાં જ મેં ‘ફાઇટર’ જોઈ છે. એમાં અમારા ઍર વૉરિયર્સને ખૂબ સરસ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હૃતિક રોશન શાનદાર
પાઇલટ બન્યો છે. તેણે તો ટૉમ ક્રૂઝને પણ પછાડી દીધો છે. જરૂરથી આ ફિલ્મ જુઓ.’
તેમના તરફથી મળેલી આ પ્રશંસાનો આભાર વ્યક્ત કરતાં હૃતિકે કમેન્ટ કરી કે, ‘સર તમારા પાસેથી આવો ફીડબૅક મળવો એ અમારા માટે સન્માનની વાત છે. થૅન્ક યુ સો મચ.’