રિપોર્ટ પ્રમાણે ફિલ્મના તેલુગુ વર્ઝનના રાઇટ્સની ૮૫થી ૧૨૦ કરોડ રૂપિયાની વચ્ચેની કિંમતમાં ડીલ થઈ હોવાના સમાચાર છે
હૃતિક રોશન અને જુનિયર NTR
હૃતિક રોશન અને જુનિયર NTR પહેલી વાર ફિલ્મ ‘વૉર 2’માં સાથે જોવા મળશે. એક ઍક્શન થ્રિલર ફિલ્મ છે અને હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ૨૦૧૯ની સુપરહિટ જાસૂસી થ્રિલર ‘વૉર’ની સીક્વલ છે. આ ફિલ્મના તેલુગુ વર્ઝન વિશે મોટા અપડેટ મળ્યા છે. ‘વૉર 2’ના તેલુગુ વર્ઝન માટે મોટી ડીલ થઈ હોવાના સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના તેલુગુ વર્ઝનના રાઇટ્સની ૮૫થી ૧૨૦ કરોડ રૂપિયાની વચ્ચેની કિંમતમાં ડીલ થઈ હોવાના સમાચાર છે.
હૃતિક રોશન અને જુનિયર NTRની આ ફિલ્મમાં હૃતિક રૉ-એજન્ટ મેજર કબીર ધાલીવાલની ભૂમિકા ફરીથી ભજવી રહ્યો છે, જ્યારે જુનિયર NTR ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
‘વૉર’ની સફળતા બાદ ‘વૉર 2’ને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સાહ છે. ‘વૉર 2’માં હૃતિક રોશન અને જુનિયર NTR ઉપરાંત કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. યશરાજ ફિલ્મ્સના બૅનર હેઠળ આદિત્ય ચોપડા દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૦૨૫ની ૧૪ ઑગસ્ટે રિલીઝ થશે.


