ટૉમ હિડલસ્ટનની સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’નું આ હિન્દી ઍડપ્ટેશન છે. એને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે

આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂરની વેબ-સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’ જોયા બાદ હૉલીવુડ સ્ટાર ટૉમ હિડલસ્ટને તેની સાથે વિડિયો કૉલ પર વાત કરી હતી. એ વિડિયો કૉલનો સ્ક્રીનશૉટ આદિત્યએ શૅર કર્યો છે. ટૉમ હિડલસ્ટનની સિરીઝ ‘ધ નાઇટ મૅનેજર’નું આ હિન્દી ઍડપ્ટેશન છે. એને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે. ટૉમ સાથે થયેલા વિડિયો કૉલનો સ્ક્રીનશૉટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આદિત્યએ કૅપ્શન આપી હતી, ‘ઓરિજિનલ નાઇટ મૅનેજરે અમારો શો ગઈ કાલે જોયો હતો. તેમણે એની ખૂબ પ્રશંસા કરી. આ સિવાય બીજું શું જોઈએ?’