આ પ્રાર્થનાસભા આવતી કાલે બપોરે ૪ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી નવી દિલ્હીમાં યોજાશે
ફાઇલ તસવીર
૨૪ નવેમ્બરે અવસાન પામેલા ધર્મેન્દ્રની પ્રથમ પ્રાર્થનાસભા ૨૭ નવેમ્બરે યોજાઈ હતી. આ પ્રાર્થનાસભાનું આયોજન ધર્મેન્દ્રના દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલે કર્યું હતું. ત્યાર બાદ હરિદ્વારમાં ધર્મેન્દ્રનાં અસ્થિનું વિસર્જન પણ સંપન્ન થઈ ચૂક્યું છે.
હવે ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની અને તેમની દીકરીઓ એશા દેઓલ તથા આહના દેઓલ દિલ્હી ખાતે ધર્મેન્દ્ર માટે એક વધુ પ્રાર્થનાસભાનું આયોજન કરી રહી છે. આ પ્રાર્થનાસભામાં એશાનો ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાની, આહનાનો પતિ વૈભવ વોરા અને તેમના પરિવારજનો પણ હાજર રહેશે. આ પ્રાર્થનાસભા આવતી કાલે બપોરે ૪ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ડૉ. આંબેડકર ઇન્ટરનૅશનલ સેન્ટર, જનપથ, નવી દિલ્હીમાં યોજાશે. અહેવાલો મુજબ આ પ્રાર્થનાસભામાં ઘણી મોટી સેલેબ્રિટીઝ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્રને યાદ કરવા માટે ઇસ્કૉન મંદિરમાં યોજાઈ મ્યુઝિક-નાઇટ
ધર્મેન્દ્રના અવસાન બાદ પરિવારજનો, ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકો ઊંડા દુઃખમાં છે. સોમવારે ધર્મેન્દ્રની નેવુંમી જન્મજયંતી હતી. આ અવસરે તેમને યાદ કરવા માટે જુહુસ્થિત ઇસ્કૉન મંદિરમાં એક મ્યુઝિક-નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.


