બૉલિવૂડમાં (Bollywood) હેમા માલિની `ડ્રીમ ગર્લ`નાં નામે જાણીતાં છે. હેમા માલિની (Hema Malini) પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંનાં એક હતાં. તો સોશિયલ મીડિયા પર પોતાના અત્યાર સુધી બૉલિવૂડ સેલેબ્સના અનેકો હમશક્લ જોયા હશે.

હેમા માલિની (ફાઈલ તસવીર)
બૉલિવૂડમાં (Bollywood) હેમા માલિની `ડ્રીમ ગર્લ`નાં નામે જાણીતાં છે. હેમા માલિની (Hema Malini) પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંનાં એક હતાં. તો સોશિયલ મીડિયા પર પોતાના અત્યાર સુધી બૉલિવૂડ સેલેબ્સના અનેકો હમશક્લ જોયા હશે. કરિશ્મા કપૂર, અજય દેવગન, સની દેઓલ, માધુરી દીક્ષિત, કરીના કપૂરથી લઈને સુનીલ શેટ્ટીના હમશ્કલ હાલના દિવસોમાં જોવા મળે છે. તાજેતરમાં જ આપણે માધુરી દીક્ષિત અને સની દેઓલના હમશક્લ જોયા. આજની આ પોસ્ટમાં તમારી મુલાકાત બૉલિવૂડની બીજી ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીની લૂક અ લાઈક સાથે થવા જઈ રહી છે.
સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોવામાં આબેહૂબ હેમા માલિની લાગી રહી છે. હેમા માલિનીની કૉપી કહેવામાં આવતી આ છોકરીનું નામ ચારુલ ઉપ્પલ છે. ચારુલનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે સાડી, જ્વેલરી પહેરીને બિલકુલ હેમા માલિનીની જેમ એક્સપ્રેશન્સ આપી રહી છે. ચારુલની આંખો અને તેના વાળને સ્ટાઈલ હેમા માલિની જેવી છે ચારુલના અનેક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર હાજર છે, જેમાં હેમા માલિનીની ઝલક લોકોને જોવા મળી રહી છે.
View this post on Instagram
આ પણ વાંચો : આ વર્ષે સામાન્ય રહેશે મૉનસૂન, 4 જૂનના રોજ પહોંચશે કેરળ : IMD
હેમા માલિની જેવી દેખાતી ચારુલ ઉપ્પલના વીડિયો પર લોકો જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું છે, "બિલકુલ હેમા માલિની લાગો છો તમે." તો અન્ય એક યૂઝરે લખ્યું છે, "આય હાય તમારી હેમા માલિની." એક અન્ય યૂઝર લખે છે, "તમને જોયા બાદ ધર્મેન્દ્ર પણ બોલશે કે મારી પત્ની કોણ છે?"