છેલ્લા ઘણા સમયથી હૃતિક એકલો ઇવેન્ટમાં જોવા મળી રહ્યો છે
હૃતિક રોશન અને સબા આઝાદ
હૃતિક રોશન અને સબા આઝાદનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. હૃતિક અને સબાએ તેમની રિલેશનની જાહેરાત કર્યા બાદ ઘણી ઇવેન્ટમાં તેઓ સાથે જોવા મળે છે. તેમ જ હૃતિક ઘણી વાર સોશ્યલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડની તારીફ કરતો અને તેને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી હૃતિક એકલો ઇવેન્ટમાં જોવા મળી રહ્યો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં પણ હૃતિક એકલો હતો. દોઢ વર્ષ પહેલાં તેમણે તેમની રિલેશનશિપને ઑફિશ્યલ કરી હતી. હૃતિક હજી પણ સબાના ફોટોને લાઇક કરે છે, પરંતુ તેમની રિલેશનશિપ હવે પહેલાં જેવી નથી રહી એવી ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ સબાએ એવું પણ કહ્યું હતું કે હૃતિકને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેને કામ નથી મળી રહ્યું. આ કારણ પણ હોઈ શકે કે તેઓ હવે જાહેરમાં સાથે જોવા નથી મળતાં. જોકે ઘણા લોકોનું માનવું છે કે અમુક ઇવેન્ટ એવી હોય છે જ્યાં કપલ સાથે હોય અને રાધિકા-અનંતનાં લગ્ન એવી જ એક ઇવેન્ટ હતી. એમાં પણ તેઓ સાથે ન હોવાથી તેમના બ્રેકઅપની વાત ચાલી રહી છે.

