સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ હંમેશાં અડીખમ રહે છે
વરુણ ધવન
હંમેશાં સેવા માટે તત્પર એવી મુંબઈ પોલીસના જોશની વરુણ ધવને પ્રશંસા કરી છે. વરુણ શનિવારે રાતે બહાર ગયો હતો અને એ વખતે વરુણે તેની કારમાંથી રસ્તા પર લાગેલી આગની ઘટનાની વિડિયો-ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. એ દરમ્યાન મુંબઈ પોલીસ સ્થિતિને કાબૂમાં લેવા માટે અડીખમ દેખાઈ હતી. રસ્તા પર લોકોની ભીડ પણ હતી. પોલીસ જે રીતે લોકોની સલામતીનું ધ્યાન રાખતી ફરજ બજાવી રહી હતી એ જોઈને વરુણ તેમનાં વખાણ કરી રહ્યો છે.
ADVERTISEMENT
એ ક્લિપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને વરુણે લખ્યું કે ‘મુંબઈ નાઇટ્સ. મુંબઈ પોલીસ હંમેશાં ફરજ બજાવવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે અડીખમ ઊભી હોય છે એ જોઈને સારું લાગ્યું. સદનસીબે હું ત્યાંથી વહેલાસર નીકળી ગયો હતો.’

