રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એકતા કપૂરના પ્રોડક્શન-હાઉસ બાલાજી મોશન પિક્ચર્સના બૅનર હેઠળ બનશે
સુનીતા આહુજા
ગોવિંદા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ છે પણ મળતી માહિતી પ્રમાણે તેની પત્ની સુનીતા આહુજાને બૉલીવુડમાં એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવી છે. આમ અત્યાર સુધી ઇન્ટરવ્યુ અને પૉડકાસ્ટમાં જોવા મળતી સુનીતા હવે મોટા પડદા પર જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ એકતા કપૂરના પ્રોડક્શન-હાઉસ બાલાજી મોશન પિક્ચર્સના બૅનર હેઠળ બનશે. હાલમાં આ ફિલ્મનું ટાઇટલ ફાઇનલ નથી થયું. ફિલ્મમાં સુનીતા એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે અને એને માટે તે અંદાજે ૨૦ દિવસ સુધી શૂટિંગ કરશે.
