Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુરોપિયન T20 લીગની પહેલી સીઝનમાં એડિનબર્ગ કૅસલ રૉકર્સ બન્યા ચૅમ્પિયન

યુરોપિયન T20 લીગની પહેલી સીઝનમાં એડિનબર્ગ કૅસલ રૉકર્સ બન્યા ચૅમ્પિયન

Published : 22 September, 2026 09:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચનની માલિકીવાળી એડિનબર્ગ કૅસલ રૉકર્સ યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનની વિજેતા બની છે. મિચલ સૅન્ટનરની ટીમે ફાઇનલમાં ગ્લેન મૅક્સવેલની બેલ્ફાસ્ટ વુલ્વ્સને ૭ વિકેટે હરાવી.

યુરોપિયન T20 પ્રીમિયર લીગની ટ્રોફી સાથે મિચલ સૅન્ટનર ઍન્ડ કંપની.

યુરોપિયન T20 પ્રીમિયર લીગની ટ્રોફી સાથે મિચલ સૅન્ટનર ઍન્ડ કંપની.


ઍક્ટર અભિષેક બચ્ચનની માલિકીવાળી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં એડિનબર્ગ કૅસલ રૉકર્સ ટીમ વિજેતા બની છે. ફાઇનલ મૅચમાં ગ્લેન મૅક્સવેલની ટીમ બેલ્ફાસ્ટ વુલ્વ્સે ૧૫૦/૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં મિચલ સૅન્ટનરની એડિનબર્ગ કૅસલ રૉકર્સે ૧૮.૪ ઓવરમાં ૧૫૧ રન ચેઝ કરીને ૭ વિકેટે જીત નોંધાવી હતી. 
એડિનબર્ગ કૅસલ રૉકર્સ ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટૉમ કરૅન જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. ઇંગ્લૅન્ડની વાઇટ-બૉલ ટીમનો હેડ કોચ બ્રેન્ડન મૅક્લમનો ભાઈ નૅથન મૅક્લમ આ ટીમનો માલિક છે. 

૪૨ વર્ષની ઉંમર પછી પણ ફાફ ડુ પ્લેસીમાં યુવા જેવો જોશ



રૉટરડૅમ ડૉકર્સનો કૅપ્ટન ફાફ ડુ પ્લેસી યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો હતો. ૪૨ વર્ષ ૭૦ દિવસની ઉંમરના ફાફ ડુ પ્લેસીએ ૧૦ મૅચમાં પાંચ ફિફ્ટીના આધારે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૪૪૯ રન કર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK