Gayatri Joshi Accident : શાહરુખ ખાન સાથે ફિલ્મ `સ્વદેશ`માં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો.
ગાયત્રી જોશી અને વિકાસ ઓબેરોય (ફાઈલ તસવીર)
શાહરુખ ખાન સાથે ફિલ્મ `સ્વદેશ`માં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી સાથે એક દુ:ખદ અકસ્માત (Gayatri Joshi Accident) થયો છે. પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં તે મુસાફરી કરી રહી હતી. તેની મુસાફરી દરમિયાન આ અભિનેત્રીની કાર સાથે દુ:ખદ અકસ્માત થયો હતો.
મળતી માહિતી અનુસાર ગાયત્રીની કાર અન્ય એક વાહન અને કેમ્પર વેન સાથે અથડાઈ (Gayatri Joshi Accident) હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર, અભિનેત્રીની કાર સાથે જ્યારે આ અથડામણ થઈ ત્યારે લેમ્બોર્ગિની અને ફરારી સહિત અનેક બીજા વાહને કેમ્પર વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આને જ કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે અભિનેત્રીની કાર સાર્દિનિયાના ગ્રામીણ રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર આ અકસ્માતને કારણે ફરારી કારમાં આગ લાગી ગઈ હતી, જેના પરિણામે અંદર બેઠેલા કપલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જેની ઓળખ સ્વિટ્ઝર્લેન્ડના મેલિસા ક્રાઉટલી (63) અને માર્કસ ક્રાઉટલી (67) તરીકે થઈ હતી. ગાયત્રીએ પોતે આ કાર અકસ્માત (Gayatri Joshi Accident) વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, `વિકાસ અને હું આત્યારે ઇટાલીમાં છીએ. અમે અહીં કાર અથડામણ થઈ ત્યારે કારમાં સવાર હતા. ભગવાનની કૃપાથી અમે બંને બિલકુલ ઠીક છીએ.”
ગાયત્રી જોશીએ આપેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં એક્ટ્રેસ અને તેનો પતિ બચી ગયા છે. પરંતુ ફરારી કારમાં સવાર એક સ્વિસ દંપતીનું મોત થયું છે. ઘટના થતાંની સાથે જ ઘટના સ્થળ પર પોલીસનો કાફલો પ્હોંચી ગયો હતો. આ સાથે જ પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે અભિનેત્રી ગાયત્રી જોશી અને તેમના પતિ લક્ઝરી ગાડીઓની સાથે રેસ લગાવી રહ્યા હતા.
આ આખી જ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે ઘણીબધી લક્ઝરી ગાડીઓ એક એક કરીને વીડિયો રેકોર્ડ કરી રહેલી ગાડીઓને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે થોડાક જ અંતર પર એક મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે વાહનો વચ્ચે ટક્કર (Gayatri Joshi Accident) થાય છે. જેના કારણે ગાડી અને ટ્રક બન્ને પલટી ખાઈ જાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઈટલીના સાર્ડિનિયા વિસ્તારમાં સામે આવી હતી. જ્યારે આ ગંભીર અકસ્માત થયો ત્યારે ઘટના અબીનેત્રી ગાયત્રી જોશી અને તેમના પતિ પોતાની લેમ્બોર્ગિની કારમાં સવાર હતા. તેમની કારના આગળ તેમ જ પાછળ ઘણી અન્ય લક્ઝરી ગાડીઓ પણ દોડી રહી હતી.
ઓવરટેક કરીને આગળ વધી રહેલા મિની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેમની ગાડીને ફરારીએ ટક્કર (Gayatri Joshi Accident) મારી હતી. આ જ કારણોસર તેમની કાર મિની ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરથી મિની ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ફરારી કારમાં આગ લગતા જ સવાર દંપત્તીના મોત થયા હતા.

