Ganesh Chaturthi Kantara Theme: આ ફિલ્મની કહાણી કે જેમાં સ્થાનિક શ્રદ્ધા, પરંપરાઓ અને પ્રકૃતિનો અનોખો ભાવ દર્શાવવામાં આવ્યો છે.
પંજુરલી દેવ, કંતારા ફિલ્મ પોસ્ટર
ફિલ્મ "કંતારા" જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી તેણે ઇંડિયન સિનેમામાં એક નવો જ ચીલો ચાતર્યો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. આ ફિલ્મે ભાવકોમાં નોખી અસર છોડી છે. આ ફિલ્મે માત્ર ને માત્ર બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હોય તેવું નથી, પણ આ ફિલ્મે તેના દર્શકોના દિલોમાં રાજ (Ganesh Chaturthi Kantara Theme) કર્યું છે અને એક વિશિસ્ટ સ્થાન મેળવ્યું છે.
શા માટે લોકોની ચાહના પામી આ ફિલ્મ? કોણ છે પંજુરલી દેવ?
ADVERTISEMENT
આ ફિલ્મનું એ જ જમાપાસું છે કે આ ફિલ્મ (Ganesh Chaturthi Kantara Theme)માં સાંસ્કૃતિક તાણાબાણા ગૂંથયેલા છે. આ ફિલ્મની કહાણી કે જેમાં સ્થાનિક શ્રદ્ધા, પરંપરાઓ અને પ્રકૃતિનો અનોખો ભાવ દર્શાવવામાં આવ્યો છે. આ જ કારણોસર તેણે ભારતીય પ્રેક્ષકોમાં અનોખી છાપ ઊભી કરી છે. ખાસ કરીને ફિલ્મમાં દર્શાવેલ પંજુરલી દેવનું પાત્ર લોકોની નજીક જઈ શક્યું છે. જૉ કે હવે આ પાત્ર દંતકથા સમાન બની ગયું છે, જેને લોકો માત્ર ફિલ્મથી જ નહીં, પરંતુ પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ સાથે પણ જોડવા લાગ્યા છે.
પંડાલોમાં પંજુરલી દેવની મૂર્તિ પણ થઈ રહી છે સ્થાપિત
અત્યારે જ્યારે દેશભરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો અવસર ઊજવાઈ રહ્યો છે ત્યારે ગણપતિ મૂર્તિની સાથે પંજુરલી દેવની મૂર્તિઓનું પણ ઊત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. અનેક જગ્યાએ પંડાલોને "કંતારા"ની જંગલ તેની સજાવટ કરવામાં આવી છે. પંડાલોમાં ગણપતિ સાથે પંજુરલી દેવની તસવીરો અને મૂર્તિઓ રાખવામાં આવી છે આ બધા પરથી સમજી શકાય છે કે "કંતારા" (Ganesh Chaturthi Kantara Theme)ની સ્ટોરી સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે.
"કંતારા"ની આ લોકપ્રિયતા દર્શાવે છે કે આ ફિલ્મ એક સાંસ્કૃતિક ફલક પર વિસ્તરી રહી છે, આ ફિલ્મે માત્ર દક્ષિણ ભારતીય દર્શકો પર જ નહીં, પણ સમગ્ર દેશભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. પંજુરલી દેવની પૂજા અને તેમની થીમ પર આધારિત સજાવટ એ જ વાતની સાક્ષી પૂરે છે કે "કંતારા"ના પ્રભાવથી ભારતીય સમાજની પરંપરાને પણ અનોખુ સ્થાન મળ્યું છે.
"કંતારા: ચેપ્ટર 1"ની આતુરતાથી દર્શકો દ્વારા જોવાઈ રહી છે રાહ
હવે આ ફિલ્મના દર્શકો (Ganesh Chaturthi Kantara Theme) "કંતારા: ચેપ્ટર 1" ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ફિલ્મે તેમની ભાવનાઓ અને ઉત્સુકતાને કારણે પોતાના દર્શકોને ખૂબ જ મજબૂતાઈથી જકડી રાખ્યા છે. આ જ કારણોસર હવે દર્શકો તેનું આગામી ચેપ્ટર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા પરથી ચોક્કસ કહી શકાય કે આ બહુપ્રતીક્ષિત “કાંતારા ચેપ્ટર 1” સાથે અગાઉ ક્યારેય ન જોયેલા અનુભવનો અનુભવ કરવા માટે રેડી થઈ જવાની જરૂર છે.