કંગનાએ ૨૦૧૯માં આવેલી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને ડિરેક્ટ કરી હતી
ફાઇલ તસવીર
કંગના રનોટે જણાવ્યું છે કે ડિરેક્ટરને દરરોજ ચારસો-પાંચસો સવાલોનો સામનો કરવો પડે છે. કંગનાએ ૨૦૧૯માં આવેલી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને ડિરેક્ટ કરી હતી. સાથે જ તેણે ‘ઇમર્જન્સી’માં કામ કરવાની સાથે ડિરેક્ટ પણ કરી છે. આ સિવાય તે ‘તેજસ’માં ઍરફોર્સ પાઇલટના રોલમાં દેખાવાની છે. ડિરેક્ટરને રોજ કઈ બાબતનો સામનો કરવો પડે છે એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું કે ‘ડિરેક્શનની સૌથી પડકારજનક બાબત એ છે કે ડિરેક્ટરને દરેક ડિપાર્ટમેન્ટ જેમ કે કૅમેરા, આર્ટ, ઍક્શન, મેકઅપ, પ્રોડક્શન અને ડિરેક્શનના ડિપાર્ટમેન્ટમાંથી દરરોજ ચારસો-પાંચસો સવાલો પૂછવામાં આવે છે. વિશ્વાસ કરો કે એક ડિરેક્ટર તરીકે તમે જે કરવા માગો છો એ સહેલું છે, પરંતુ એને સમજાવવું સરળ નથી. પોતાના વિઝનને શબ્દો સુધી સીમિત રાખવા અતિશય પીડાદાયક હોય છે. એથી સૌથી સારી ટીમ એ છે જે ઇમોશન્સ અને એનર્જીને વાંચી શકે છે અને શબ્દોમાં ગૂંચવાતી નથી. બેસ્ટ ડિરેક્ટર એ છે જે એ ઇમોશન્સને આગળ લઈ જાય છે.’


