Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રકુલ પ્રીત અને જેકી ભગનાનીના વેડિંગ કાર્ડની પહેલી ઝલક, જાણો ક્યાં કરશે લગ્ન?

રકુલ પ્રીત અને જેકી ભગનાનીના વેડિંગ કાર્ડની પહેલી ઝલક, જાણો ક્યાં કરશે લગ્ન?

12 February, 2024 04:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નનું ઈનવિટેશન કાર્ડ મળી ગયું છે અને આ કાર્ડ ખૂબ જ સુંદર છે. કપલના વેડિંગ કાર્ડે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના વેડિંગ કાર્ડની ઝલક

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના વેડિંગ કાર્ડની ઝલક


બૉલિવૂડમાં ફરી એકવાર લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે કારણકે લવબર્ડ્સ રકુલ અને જેકી થોડાક જ દિવસમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. બન્ને ઘરોમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તમને અહીં આની ઝલક પણ બતાવવામાં આવી છે. જો કે, હવે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નનું ઈનવિટેશન કાર્ડ મળી ગયું છે અને આ કાર્ડ ખૂબ જ સુંદર છે. કપલના વેડિંગ કાર્ડે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

કાર્ડમાં બે પાનામાં બનાવવામાં આવ્યું છે, પહેલું કાર્ડ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ વેડિંગ ઇનવિટેશન કાર્ડને એક વ્હાઈટ એન્ડ બ્લૂ કલરની થીમ આપી છે, અને આ કાર્ડ પર બીચ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પર લખ્યું છે #ABDONOBHAGNA-NI.રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીનાં લગ્નનું કાર્ડ
બીજા પેજ પર, ફેરાની તારીખની જાહેરાત કરવામાં આવી જે 21 ફેબ્રુઆરીના છે, અને કાર્ડના કલરને જોઈને, કોઈપણ માની અને સમજી શકે છે કે સમુદ્ર કિનારે આ લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્ન ગોવામાં થશે અને હાલ કોઈ મોટું રિસેપ્શન કરવાની પ્લાનિંગ કરવામાં આવી નથી. રકુલ અને જેકી ભગનાનીએ પહેલા પોતાના લગ્ન વિદેશમાં કરવાનો ઇરાદો દર્શાવ્યો હતો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


લક્ષદ્વીપ વિવાદને કારણે બદલાયું લોકેશન
જો કે, તેઓએ છેલ્લી ઘડીએ તેમની યોજના બદલી, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનને અનુસરવાનું પસંદ કર્યું કે સમૃદ્ધ પરિવારોએ ભારતમાં તેમના ખાસ દિવસો ઉજવવા જોઈએ. નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, દંપતીએ લગભગ છ મહિના સુધી તેમના લગ્નની યોજના બનાવી હતી, પરંતુ ડિસેમ્બરમાં પીએમના લક્ષદ્વીપ પ્રવાસ પછી, તેઓએ તેને ભારતમાં કરવાનું નક્કી કર્યું.

રકુલ પ્રીત સિંહની ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શન ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં` બનાવવામાં વ્યસ્ત છે. બીજી તરફ રકુલ પાસે અજય દેવગન સાથે `દે દે પ્યાર દે` સિક્વલ, `ઇન્ડિયન 2` અને ભૂમિ પેડનેકર સાથેની ફિલ્મ છે.

નોંધનીય છે કે, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાની ઘણા વખતથી રિલેશનમાં છે. તેઓ ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે. લગ્નનાં ફંક્શન ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થવાનાં છે. તેમનાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિલેશનને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને એને સફળ બનાવવાનો રકુલે મંત્ર આપ્યો છે. એ વિશે રકુલે કહ્યું કે ‘આ કોઈ એક મંત્ર નથી, પરંતુ મને એવું લાગે છે કે સૌથી અગત્યનું એ છે કે અન્યને કમ્પ્લીટ કરતાં પહેલાં પોતાની જાતને સંપૂર્ણ બનાવો. આ જ બાબત વિશે મેં અને જૅકીએ અગાઉ ચર્ચા કરી હતી. એકમેકને ડેટિંગ કરવાની શરૂઆત કરી એ પહેલાં અમે કોઈ પણ પ્રકારની અસલામતીની લાગણીને ધ્યાનમાં રાખ્યા વગર પોતાની કમજોરી પર ધ્યાન આપીને એના પર કામ કરવા પર ભાર મૂક્યો હતો. જો બેમાંથી એકાદ પાર્ટનર અસલામતી અનુભવતો હોય તો એ સંબંધ હેલ્ધી ન ગણાય.’

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK