Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાનના પત્ની Gauri Khan વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ, જાણો શું છે મામલો?

શાહરુખ ખાનના પત્ની Gauri Khan વિરુદ્ધ લખનૌમાં FIR દાખલ, જાણો શું છે મામલો?

02 March, 2023 01:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહરુખ ખાન (Shah Rukh Khan)ના પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌ ( FIR Against Gauri Khan Lucknow)માં FIR દાખલ થઈ છે. જાણો શું છે સમગ્ર મામલો...

શાહરુખ ખાન અને ગૌરી ખાન

શાહરુખ ખાન અને ગૌરી ખાન


શાહરુખ ખાન (Shah Rukh Khan)ના પત્ની ગૌરી ખાન (Gauri Khan) માટે ચિંતાજનક વાત સામે આવી છે. શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌ ( FIR Against Gauri Khan Lucknow)માં FIR દાખલ થઈ છે. મુંબઈ (Mumbai)ના એક શખ્સ કિરીટ જસવંત શાહે દાવો કર્યો છે કે તેમણે તુલસિયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલર્પસ લિમિટેડ લખનૌમાં એક ફ્લેટ ખરીદ્યો હતો.જેની કિંમત કરોડોમાં હતી. શખ્સે અત્યાર સુધીમાં કંપનીને 86 લાખ રૂપિયા ચૂકવ્યા છે, તેમ છતાં તેને હજી ફ્લેટ મળ્યો નથી. એવામાં આ શખ્સે ગૌરી ખાન વિરુદ્ધ FIR દાખલ કરાવી છે, કારણ કે અભિનેતાની પત્ની ગૌરી ખાન આ કંપનીની બ્રાન્ડ એમ્બેસ્ડર છે. 

શું છે સમગ્ર મામલો? 



માત્ર આટલું જ નહીં, આ શખ્સે તુલસિયાની કંસ્ટ્રક્શન એન્ડ ડેવલર્પસ લિમિટેડના સીએમડી અનિલ કુમાર અને ડાયરેક્ટર મહેશ તુલસિયાની વિરુદ્ધ પણ એફઆઈઆરી નોંધાવી છે. ગૌરી ખાન સહિત આ ત્રણેય લોકો પર કલમ 409 લગાવવામાં આવી છે. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાંથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. શખ્સનું કહેવું છે કે તેમણે બ્રાન્ડ એમ્બેસ્ડર ગૌરી ખાનની પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈ ફ્લેટ ખરીદ્યો હતો. 


આ પણ વાંચો: શાહરુખની પત્ની હોવાથી મને કોઈ કામ નહોતું આપી રહ્યું : ગૌરી ખાન

નોંધનીય છે કે ગૌરી ખાનને આ મામલે કોઈ જાણકારી નથી. તે કપંનીની બ્રાન્ડ એમ્બેસ્ડર છે એટલા માટે તેમનું પણ નામ આ FIRમાં સામેલ છે. આ સાથે જ એ પણ નોંધવું રહ્યું કે ગૌરી ખાને હાલમાં એક નવી ગાડી ખરીદી છે, જેની કિંમત લાખોમાં હોવાાનું બતાવવમાં આવી રહ્યું છે. આ નવી ગાડી મર્સિડીઝ બેંઝ છે. બ્લુ કલરની આ ગાડીની ડ્રાઈવ ખુબ જ લક્ઝુરિયસ છે. 


 


 

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2023 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK