એનું કારણ એ છે કે તેનામાં શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા નથી
શાહરુખ ખાન
ફિલ્મમેકર અનુરાગ કશ્યપને શાહરુખ ખાનને લઈને ફિલ્મ બનાવવાનો ડર લાગે છે. એનું કારણ એ છે કે તેનામાં શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા નથી. સાથે જ ઍક્ટર્સને એક જ પ્રકારની ભૂમિકામાં બાંધી રાખવાનો દોષ તેણે સોશ્યલ મીડિયા પર ઠાલવ્યો હતો. તેનું કહેવું છે કે શાહરુખ તેની કરીઅરની શરૂઆતમાં બધા સાથે કામ કરતો હતો, પરંતુ હવે તેના સ્ટારડમને જોતાં તેની સાથે કામ કરવું અનુરાગને અશક્ય લાગે છે. શાહરુખ વિશે અનુરાગ કહે છે, ‘સોશ્યલ મીડિયાના યુગમાં હું સ્ટાર્સના ફૅનબેઝને લઈને ગભરાઈ જાઉં છું. ફૅન્સને કારણે ઍક્ટર્સ ટાઇપકાસ્ટ બની જાય છે. ફૅન્સ ચાહે છે કે તેમના ફેવરિટ ઍક્ટર્સ એક જ પ્રકારના રોલ સતત કરતા રહે. જો આવું ન થાય તો ફૅન્સ તેમને રિજેક્ટ કરી દે છે. એથી ઍક્ટર્સ પણ નવી વસ્તુ કરતાં ડરે છે. એટલે શાહરુખની ઑરા પ્રમાણે કામ કરવાની ક્ષમતા મારામાં નથી. જો તેની ફિલ્મ ‘ફૅન’ ચાલી હોત તો હું કહી શકું કે મારામાં તેની સાથે કામ કરવાની હિંમત છે.’