અનિલ કપૂરની આગામી ફિલ્મ ‘ફાઇટર’નું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં જોવા મળશે.
અનિલ કપૂર
અનિલ કપૂરની આગામી ફિલ્મ ‘ફાઇટર’નું પોસ્ટર શૅર કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૦૨૪ની પચીસમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તાજેતરમાં જ હૃતિક અને દીપિકાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે કૅપ્ટનના રોલમાં અનિલ કપૂરનો લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી, ‘ગ્રુપ કૅપ્ટન રાકેશ જય સિંહ. કૉલ સાઇન : રૉકી. ડેઝિગ્નેશન : કમાન્ડિંગ ઑફિસર. યુનિટ : ઍર ડ્રૅગન્સ. ફાઇટર ફોરેવર.’