શાહરુખની ખાસ મિત્ર ફારાહ ખાને માહિતી આપી છે
શાહરુખની સાથે તેની દીકરી સુહાના ખાન
શાહરુખ ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરુખની સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે અને તે આ ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન કરતી જોવા મળશે. શાહરુખની ખાસ મિત્ર ફારાહ ખાને માહિતી આપી છે કે, શાહરુખ આ ફિલ્મ માટે પોતે દીકરી સુહાનાને આકરી ટ્રેઇનિંગ આપી રહ્યો છે. ફારાહે હાલમાં દુબઈમાં શાહરુખના નામે બનેલા કમર્શિયલ બિલ્ડિંગના લૉન્ચિંગમાં હાજરી આપી હતી અને અહીં તેણે જાહેરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.


