ઈશા ગુપ્તાએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શૅર કર્યો છે. ફિલ્મમેકર્સની વાત ન માનતાં તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી
ફાઇલ તસવીર
ઈશા ગુપ્તાએ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શૅર કર્યો છે. ફિલ્મમેકર્સની વાત ન માનતાં તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ઈશાએ ૨૦૧૨માં આવેલી ‘જન્નત 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી. સાથે જ તેણે વેબ-સિરીઝમાં પણ કામ કર્યું છે. તે હવે ‘હેરાફેરી 3’ અને ‘દેસી મૅજિક’માં જોવા મળશે.
કાસ્ટિંગ કાઉચ વિશે ઈશા ગુપ્તાએ કહ્યું કે ‘મેં જ્યારે એની ના પાડી તો કો-પ્રોડ્યુસરે મેકરને કહ્યું કે ઈશા મને આ ફિલ્મમાં નથી જોઈતી. તે સેટ પર શું કરી રહી છે? ત્યાર બાદ કેટલાક મેકર્સ પણ મને ફિલ્મમાં કામ નહોતા આપતા. મેં એવું સાંભળ્યું હતું કે એ લોકો એમ કહે છે કે જો તું અમારે માટે કાંઈ ન કરી શકે તો તને ફિલ્મમાં લેવાનો અર્થ શું? તેઓ સમજે છે કે અમને કામની જરૂર છે એટલે અમે કોઈ પણ કરવા તૈયાર થઈ જઈએ.’

