ભરતે સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તે મુંબઈની એક રેસ્ટોરાંમાં છે
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
તાજેતરમાં એશા દેઓલ અને તેનો ભૂતપૂર્વ પતિ ભરત તખ્તાણી ડિવૉર્સ પછી પરિવાર સાથે સમય પસાર કરતાં જોવા મળ્યાં હતાં. ભરતે સોશ્યલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તે મુંબઈની એક રેસ્ટોરાંમાં છે. એમાં તેની સાથે એશા ઉપરાંત એશાની બહેન આહના દેઓલ તેમ જ એક મિત્ર જોવા મળે છે. આ ફોટો સાથે ભરતે એક હાર્ટ ઇમોજી શૅર કરીને ‘ફૅમિલી સન્ડે’ લખ્યું છે.
એશા અને ભરતે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૪માં મતભેદોને કારણે ડિવૉર્સ લીધા હતા. ભરતે આ ડિવૉર્સ પછી મેઘના લાખાણી સાથેની પોતાની નવી રિલેશનશિપની જાહેરાત પણ કરી છે. એશા અને ભરતને બે દીકરીઓ રાધ્યા અને મિરાયા છે અને ડિવૉર્સ પછી પણ બન્ને દીકરીઓનો સાથે મળીને ઉછેર કરી રહ્યાં છે.
