વેકેશન પર ગ્રીસ ગયેલી કરીના કપૂરે પતિ સૈફ અલી ખાનની તસવીરો શૅર કરીને આ કમેન્ટ કરી
કરીનાએ શૅર કરેલી તસવીર
કરીના કપૂર હાલમાં પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહી છે. તેણે સોશ્યલ મીડિયા પર પતિ સૈફ અલી ખાનની કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. કરીનાએ સોશ્યલ મીડિયામાં સૈફની જે તસવીરો પોસ્ટ કરી છે એમાં તે દરિયાના પાણીમાંથી બહાર આવતો જોવા મળે છે અને તેણે બ્રાઇટ ઑરેન્જ સ્વિમ-શૉર્ટ્સ પહેર્યાં છે. તસવીરો સાથે કરીનાએ લખ્યું છે, ‘ઉનાળો ખૂબ જ સુંદર રીતે પસાર થઈ રહ્યો છે. હૉટ હસબન્ડ.’
૩,૩૦,૫૦૦ રૂપિયાનાં ગુજરાતી ચણિયા-ચોળી પહેરીને શનાયા કપૂર કઝિનનાં લગ્નમાં મહાલી
ADVERTISEMENT

સોમવારે યોજાયેલા અંશુલા કપૂર અને રોહન ઠક્કરના લગ્નસમારોહમાં બોની કપૂરનો આખો પરિવાર ભેગો થયો હતો. આ સ્ટાર ફૅમિલીના દરેક મહેમાને પોતાના અનોખા ફૅશન-લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ વિધિ વખતે અંશુલાની કઝિન શનાયા કપૂરે ગુજરાતી સ્ટાઇલનાં ચણિયા-ચોળી પહેરવાનું પસંદ કર્યું હતું. આ ચણિયા-ચોળીમાં ગુજરાત અને કચ્છની પરંપરાગત એમ્બ્રૉઇડરી કરવામાં આવી હતી તેમ જ મિરરવર્કની સુંદર સજાવટ કરવામાં આવી હતી. શનાયાએ જે બ્રૅન્ડનાં ચણિયા-ચોળી પહેર્યાં હતાં એની સત્તાવાર વેબસાઇટ પર આ આઉટફિટની કિંમત ૩,૩૦,૫૦૦ રૂપિયા જણાવવામાં આવી છે.
ઇન આંખોં કી મસ્તી કે....

બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કરનાં લગ્નનું રિસેપ્શન મંગળવારે રાત્રે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં યોજાયું હતું જેમાં રેખા છવાઈ ગઈ હતી.
તસવીરો : સતેજ શિંદે
આમિર ખાનની પત્ની ગૌરી સ્પ્રૅટે પહેરેલી રુબી વેડિંગ રિંગને બનાવવામાં ૧૩૧ કારીગરોને લાગ્યા હતા ૨૫૬ કલાક

આમિર ખાન સાથેના લગ્નપ્રસંગે ગૌરી સ્પૅટે રુબી-જડિત વેડિંગ રિંગ પહેરી હતી. આ ખાસ વીંટી ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટ પ્રમાણે આ વીંટીમાં જડાયેલો રુબી મડાગાસ્કરથી મગાવવામાં આવ્યો હતો અને એને મેળવવામાં લગભગ ૩ મહિનાથી વધુ સમય લાગ્યો હતો. આ વીંટીને રૉયલ લુક આપવા માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી હતી. આ અનોખી વેડિંગ રિંગ બનાવવા માટે ૧૩૧ કુશળ કારીગરોએ મળીને કુલ ૨૫૬ કલાક સુધી મહેનત કરી હતી.
હૅપી બર્થ-ડે મા... તમે મારું હૃદય છો, મારું સર્વસ્વ છો, હું તમને ખૂબ પ્રેમ કરું છું નીતુ કપૂરના જન્મદિવસે દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ શૅર કરી અનોખી યાદો
ગઈ કાલે નીતુ કપૂરની ૬૮મી વર્ષગાંઠ હતી. આ દિવસે નીતુની દીકરી રિદ્ધિમા કપૂર સાહનીએ તેની મમ્મીની ખાસ તસવીરો શૅર કરીને પ્રેમભર્યો શુભેચ્છા સંદેશ આપ્યો છે. રિદ્ધિમાએ સોશ્યલ મીડિયામાં મમ્મી સાથે વિતાવેલી અનેક ખાસ પળોની તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં હતાં. આ બર્થ-ડે ટ્રિબ્યુટમાં નીતુના બાળપણની પણ એક તસવીર હતી જેમાં તે બાળકલાકાર તરીકે જોવા મળે છે. આ રીલ સાથે રિદ્ધિમાએ લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે મા... તમે મારું હૃદય છો, મારું સર્વસ્વ છો, હું તમને ખૂબ પ્રેમ કરું છું.’
ટૉક્સિકમાં યશ અને કિઆરાની હૉટ કેમિસ્ટ્રીની તબાહી

યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’ના પહેલા ગીત ‘તબાહી’નો ઑફિશ્યલ મ્યુઝિક-વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગીતમાં યશ અને કિઆરાની હૉટ કેમિસ્ટ્રી જોવા મળી છે. આ ગીત દ્વારા દર્શકોને પ્રથમ વખત ‘ટૉક્સિક’ની દુનિયાની ઝલક જોવા મળી છે. આ વિડિયોમાં યશ અને કિઆરા વચ્ચે બોલ્ડ દૃશ્યો જોવા મળે છે અને આટલી બોલ્ડનેસ હવે મમ્મી બની ગયેલી કિઆરાના કેટલાક ફૅન્સને પસંદ પડી નથી.
