સોની લિવની વેબ સિરીઝ `રોકેટ બોયઝ`માં તેમની ભૂમિકા માટે જીમ સરભને `બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટર` કેટેગરીમાં નામાંકિત (Emmy Awards 2023) કરવામાં આવ્યા છે
ફાઇલ તસવીર
ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ્સ 2023 (Emmy Awards 2023)નું નોમિનેશન લિસ્ટ બહાર આવ્યું છે અને આ વખતે પણ તે ભારતીયો માટે ખાસ છે. આ યાદીમાં 14 કેટેગરીમાં 20 દેશોમાંથી 56 નામાંકિત વ્યક્તિઓ સામેલ છે, જેમાં જીમ સરભ (Jim Sarbh), શેફાલી શાહ (Shefali Shah) અને વીર દાસ (Vir Das)ના નામ પણ સામેલ છે. આવી સ્થિતિમાં એમી એવોર્ડ્સ પાસેથી ભારતીય દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે.
જીમ સરભને આ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા
ADVERTISEMENT
સોની લિવની વેબ સિરીઝ `રોકેટ બોયઝ`માં તેમની ભૂમિકા માટે જીમ સરભને `બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટર` કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ કેટેગરીમાં જિમ સરભ સાથે આર્જેન્ટિનાના ગુસ્તાવો બાસાની, યુકેના માર્ટિન ફ્રીમેન અને સ્વીડનના જોનાસ કાર્લસનને નોમિનેટ કરવામાં આવ્યા છે.
એમી એવૉર્ડ્સમાં `દિલ્હી ક્રાઈમ ૨`ને સ્થાન
નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ ૨’ને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. પ્રથમ સિઝનની સફળતા બાદ તેની બીજી સિઝન પણ હિટ સાબિત થઈ હતી. આ વેબ સિરીઝ માટે શેફાલી શાહને ‘બેસ્ટ પરફોર્મન્સ બાય એન એક્ટ્રેસ` કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. શેફાલી શાહની સાથે ડેનમાર્કની કોની નીલ્સન, યુકેની બિલી પાઇપર અને મેક્સિકોની કાર્લા સોઝાને આ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યાં છે.
વીર દાસનું નામ પણ આ યાદીમાં છે
ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં ત્રીજા ભારતીય અભિનેતા વીર દાસ છે. વીર દાસને તેમની નેટફ્લિકસ પર રિલીઝ થયેલી કૉમેડી `વીર દાસ: લેન્ડિંગ` માટે નામાંકિત કરવામાં આવ્યા છે. વીર દાસની સાથે ફ્રાન્સના લે ફ્લેમ્બેઉ, આર્જેન્ટિનાના અલ એન્કાર્ગાડો અને યુકેના લોકપ્રિય કૉમેડી શૉ ડેરી ગર્લ્સ સીઝન 3 માટે નોમિનેટ થયા છે.
એવૉર્ડ ક્યારે અને ક્યાં યોજાશે?
નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એમી એવૉર્ડ્સ 2023 20 નવેમ્બર 2023ના રોજ ન્યૂયોર્કમાં યોજાશે. આ સાથે જ આ વ્યક્તિગત નોમિનેશન સિવાય નિર્માતા એકતા કપૂરને 51મા ઈન્ટરનેશનલ એમી એવૉર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.


