Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાબુની ઍલર્જીને કારણે બધી વીંટી કાઢી નાખી એકતાએ

સાબુની ઍલર્જીને કારણે બધી વીંટી કાઢી નાખી એકતાએ

08 April, 2020 04:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાબુની ઍલર્જીને કારણે બધી વીંટી કાઢી નાખી એકતાએ

એકતા કપૂર

એકતા કપૂર


વારંવાર સાબુ અને સૅનિટાઇઝરને કારણે એકતા કપૂરે તેના હાથની તમામ વીંટી કાઢી નાખી છે. તે ઍસ્ટ્રોલૉજીમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને એથી તે હાથમાં ઘણીબધી વીંટીઓ અને બ્રેસલેટ સાથે જોવા મળે છે. જોકે કોરોનાવાઇરસને કારણે સાબુ અને સૅનિટાઇઝરનો ઉપયોગ વધુ થઈ રહ્યો હોવાથી એકતાને હાથમાં ઍલર્જી થઈ ગઈ છે. બધી રિન્ગ કાઢીને તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરીને એકતાએ લખ્યું હતું કે ‘આ દરમ્યાન એક બીજા ન્યુઝ છે. થાનોસે તેનું બિલ્ડિંગ છોડી દીધું છે. તેણે દુનિયાનો ઘણો સત્યાનાશ કરી નાખ્યો છે. મસ્તી કરી રહી છું. મારા હાથ હવે ફ્રી થઈ ગયા છે.’

આ વિશે હિના ખાને કમેન્ટ કરી હતી કે યે કૈસૈ હુઆ. તેને જવાબ આપતાં એકતાએ કહ્યું હતું કે ‘સાબુ અને સૅનિટાઇઝરના વધુપડતા ઉપયોગને કારણે ઍલર્જી થઈ છે. બ્રેક બાદ ફરી પહેરીશ.’



એક યુઝરે પૂછ્યું હતું કે તેણે કેટલાં વર્ષ બાદ રિન્ગ કાઢી છે તો એકતાએ કહ્યું હતું કે ૨૦૦૩માં પહેરવાની શરૂ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK