આ પોસ્ટમાં અમિતાભે પોતાના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની એક પંક્તિ સાથે પોતાની તસવીર પોસ્ટ કરી છે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન બુધવારે પોતે ડ્રાઇવ કરીને તેમના ખાસ મિત્ર ધર્મેન્દ્રના હાલચાલ પૂછવા તેમના ઘરે ગયા હતા. ધર્મેન્દ્ર અને અમિતાભની દોસ્તી ૫૦ વર્ષથી પણ જૂની છે.
ધર્મેન્દ્રના ઘરની મુલાકાત બાદ અમિતાભ બચ્ચને રાતે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેમણે જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરી છે. આ પોસ્ટમાં અમિતાભે પોતાના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની એક પંક્તિ સાથે પોતાની તસવીર પોસ્ટ કરી છે. તેમણે એ પોસ્ટમાં લખ્યું છે...
ADVERTISEMENT
‘વો કિસે દોષી ઠહરાયે, ઔર કિસકો દુખ સુનાયે,
જબ કિ મિટ્ટી સાથ મિટ્ટી કે કરે અન્યાય...’
આ પંક્તિ હરિવંશરાય બચ્ચનના કવિતાસંગ્રહમાંથી લેવામાં આવી છે જે જીવનની ક્ષણભંગુરતા, અન્યાય અને નિરાશાની ભાવના વ્યક્ત કરે છે. આ પોસ્ટમાં ભલે અમિતાભે કોઈ નામ ન લખ્યું હોય, પરંતુ ચાહકો આ પોસ્ટને ધર્મેન્દ્ર સાથે જોડીને જોઈ રહ્યા છે.


