Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દૃશ્યમ: ધ કન્ક્લુઝન બની ભારતીય બૉક્સ-ઑફિસ પર અત્યાર સુધીની ચોથી સૌથી મોટી ઓપનર

દૃશ્યમ: ધ કન્ક્લુઝન બની ભારતીય બૉક્સ-ઑફિસ પર અત્યાર સુધીની ચોથી સૌથી મોટી ઓપનર

Published : 04 October, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ યાદીમાં ‘પુષ્પા 2’ના હિન્દી વર્ઝને ૭૨ કરોડ રૂપિયા સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ‘જવાન’એ ૬૫.૫૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે.

‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’

‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’


‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’એ ઓપનિંગ ડે પર ૬૨ કરોડ રૂપિયાની કમાણી સાથે ભારતીય બૉક્સ-ઑફિસ પર અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ૫૦ કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ કરનારી ફિલ્મોના ટૉપ-૧૦ આંકડા મુજબ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૪૦ કરોડ રૂપિયાની કમાણી સાથે ટોચ પર છે, જેમાં પ્ર‌‌િવ્યુની કમાણી પણ સામેલ છે.
આ યાદીમાં ‘પુષ્પા 2’ના હિન્દી વર્ઝને ૭૨ કરોડ રૂપિયા સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે ‘જવાન’એ ૬૫.૫૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. આ પછી ‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’ ૬૨ કરોડ રૂપિયાની કમાણી સાથે ચોથા ક્રમે આવે છે. આ આંકડા ભારતમાં ફિલ્મોની નેટ બૉક્સ-ઑફિસ કમાણી સાથે સંબંધિત છે.

બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત 
ઓપનિંગ મેળવનાર ટૉપ-૧૦ ફિલ્મો
ક્રમ    ફિલ્મ    ઓપનિંગ ડે કમાણી
૧    ધુરંધર : ધ રિવેન્જ    ૧૪૦ કરોડ રૂપિયા
૨    પુષ્પા 2 (હિન્દી)    ૭૨ કરોડ રૂપિયા
૩    જવાન    ૬૫.૫૦ કરોડ રૂપિયા
૪    દૃશ્યમ : ધ કન્ક્લુઝન    ૬૨ કરોડ રૂપિયા
૫    સ્ત્રી 2    ૫૫.૪૦ કરોડ રૂપિયા (એમાં પ્રિવ્યુની કમાણી સામેલ નથી)
૬    પઠાન    ૫૫ કરોડ રૂપિયા
૭    ઍનિમલ    ૫૪.૭૫ કરોડ રૂપિયા
૮    કેજીએફ 2 (હિન્દી)    ૫૩.૯૫ કરોડ રૂપિયા
૯    વૉર    ૫૧.૬૦ કરોડ રૂપિયા
૧૦    ઠગ્સ ઑફ હિન્દોસ્તાં    ૫૦.૭૫ કરોડ રૂપિયા



૬૨ કરોડ રૂપિયા સાથે અજય દેવગનની સૌથી વધારે ઓપનિંગ મેળવનારી ફિલ્મ દૃશ્યમ: ધ કન્ક્લુઝન બની 
‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’એ રિલીઝના પહેલા જ દિવસે બૉક્સ-ઑફિસ પર નવા રેકૉર્ડ બનાવ્યા છે. ફિલ્મે ઓપનિંગ ડે પર ૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે એ અજય દેવગનની અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. એણે ‘સિંઘમ અગેઇન’ના ૪૩.૭૦ કરોડ રૂપિયાના ઓપનિંગ કલેક્શનને પાછળ છોડી દીધું છે. બીજી ઑક્ટોબરે એટલે કે ગાંધી જયંતીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ તરીકે પણ ‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’એ સૌથી મોટું ઓપનિંગ નોંધાવ્યું છે. એણે ‘વૉર’ના ૫૧.૬૦ કરોડ રૂપિયાના ઓપનિંગ કલેક્શનનો રેકોર્ડ તોડી દીધો છે. ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝીની વાત કરીએ તો ‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’એ આ સિરીઝમાં પણ સૌથી મોટું ઓપનિંગ મેળવ્યું છે. ૨૦૧૫માં આવેલી પ્રથમ ‘દૃશ્યમ’એ ગુરુવારના પ્ર‌‌િવ્યુ સહિત ૮.૦૫ કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. ત્યાર બાદ ૨૦૨૨માં આવેલી ‘દૃશ્યમ 2’એ પહેલા દિવસે ૧૫.૩૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ‘દૃશ્યમ: ધ કન્ક્લુઝન’એ આ બન્ને ફિલ્મોનાં ઓપનિંગ કલેક્શનને પાછળ છોડી દીધાં છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK