Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં લોન અને કૉન્ટ્રૅક્ટ અપાવવાના બહાને ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર સાથે ૨૦.૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડી

થાણેમાં લોન અને કૉન્ટ્રૅક્ટ અપાવવાના બહાને ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર સાથે ૨૦.૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડી

Published : 04 October, 2026 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણે જિલ્લામાં એક ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર સાથે પાંચ લોકોએ કથિત રીતે ૨૦.૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણે જિલ્લામાં એક ટેક્સટાઇલ કંપનીના ડિરેક્ટર સાથે પાંચ લોકોએ કથિત રીતે ૨૦.૫૮ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ લોકોએ ફૅક્ટરીના એક્સ્પાન્શન માટે લોન અને સરકારી સ્કૂલોમાં યુનિફૉર્મ પૂરો પાડવાનો કૉન્ટ્રૅક્ટ અપાવવાનું વચન આપ્યું હતું એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.
કોનગાવ પોલીસે ચુર ટેક્સટાઇલ્સ લિમિટેડના ડિરેક્ટર તુષાર ગોસરાણીની ફરિયાદના આધારે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. આ કથિત છેતરપિંડી ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૨૫ની વચ્ચે થઈ હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ ફૅક્ટરીના એક્સ્પાન્શન માટે લોન અને રાજ્ય સરકારની સ્કૂલોમાં ગણવેશ પૂરા પાડવાનો કૉન્ટ્રૅક્ટ અપાવવાનું વચન આપ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ તુષાર ગોસરાણી દ્વારા આપવામાં આવેલા સહી કરેલા કોરા ચેક, લેટરહેડ અને સુરક્ષા-દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો હતો. તેમણે આપેલાં વચનો પૂરાં કર્યા વિના ૨.૯૫ કરોડ રૂપિયા રોકડમાં અને ૧૭.૬૩ કરોડ રૂપિયા બૅન્ક-ટ્રાન્સફર દ્વારા હડપ કરી લીધા હતા. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલુ છે એમ કોનગાવ પોલીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK