Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ અને ફરહાન અખ્તરના વિવાદમાં સલમાને નથી કરી કોઈ મધ્યસ્થી

રણવીર સિંહ અને ફરહાન અખ્તરના વિવાદમાં સલમાને નથી કરી કોઈ મધ્યસ્થી

Published : 31 May, 2026 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે હવે આ રિપોર્ટ ખોટો હોવાની માહિતી મળી છે અને સલમાનની નજીકની વ્યક્તિએ જણાવ્યું છે કે આ વિવાદમાં સલમાને કોઈ દખલગીરી નથી કરી.

રણવીર સિંહ અને ફરહાન અખ્તરના વિવાદમાં સલમાને નથી કરી કોઈ મધ્યસ્થી

રણવીર સિંહ અને ફરહાન અખ્તરના વિવાદમાં સલમાને નથી કરી કોઈ મધ્યસ્થી


હાલમાં રિપોર્ટ હતો કે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા ‘ડૉન 3’ વિવાદમાં સલમાન ખાને ફોન કરીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી છે. જોકે હવે આ રિપોર્ટ ખોટો હોવાની માહિતી મળી છે અને સલમાનની નજીકની વ્યક્તિએ જણાવ્યું છે કે આ વિવાદમાં સલમાને કોઈ દખલગીરી નથી કરી. રણવીર અને ફરહાન વચ્ચે થયેલી સમસ્યા વિશે વાત કરતાં તેમના એક કૉમન ફ્રેન્ડે કહ્યું હતું કે ‘૨૦૨૩માં રણવીરને ‘ડૉન 3’ના નવા ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી ફિલ્મમાં થયેલા વિલંબ માટે રણવીર જ જવાબદાર હતો. આ ફિલ્મની જાહેરાત પછી રણવીરે એને મહત્ત્વ આપવાને બદલે પહેલાં સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ને અને પછી આદિત્ય ધરની ‘ધુરંધર’ને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો હતો. રણવીરને લાગ્યું હતું કે સતત કેટલીક નિષ્ફળ ફિલ્મો બાદ આ પ્રોજેક્ટ તેની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ થશે અને ત્યાર બાદ ‘ડૉન’ તરીકે તેની એન્ટ્રી ફ્રૅન્ચાઇઝ માટે વધુ ફાયદાકારક રહેશે. જોકે ‘ધુરંધર’ને જબરદસ્ત સફળતા મળતાં તેણે શૂટિંગનાં ત્રણ જ અઠવાડિયાં બાકી હતાં ત્યારે ‘ડૉન 3’માં કામ કરવાની ના પાડી દેતાં તેના અને ફરહાન વચ્ચે મોટો વિવાદ સર્જાઈ ગયો.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK