દિશા પરમારે તેની પ્રેગ્નન્સીની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી છે. ૨૦૨૧માં દિશાએ સિંગર રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યાં હતાં

ફાઇલ તસવીર
દિશા પરમારે તેની પ્રેગ્નન્સીની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરી છે. ૨૦૨૧માં દિશાએ સિંગર રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યાં હતાં. હવે તેઓ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાનાં છે. ‘બડે અચ્છે લગતે હૈં 2’માં પ્રિયાનો રોલ ભજવીને દિશા લોકોની ફેવરિટ બની ગઈ છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે દિશા જલદી જ ‘બડે અચ્છે લગતે હૈં 3’માં જોવા મળવાની છે. એવામાં તેણે ગુડ ન્યુઝ આપીને સૌને ચોંકાવી દીધા છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર હસબન્ડ રાહુલ સાથેનો ફોટો શૅર કર્યો છે. બન્નેએ બ્લૅક આફટફિટ પહેર્યા છે. એમાં દિશાનું બેબી-બમ્પ દેખાય છે તો રાહુલના હાથમાં સ્લેટ છે. એના પર લખ્યું છે મમ્મી ઍન્ડ ડૅડી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિશાએ કૅપ્શન આપી હતી, મમ્મી ડૅડી બનનારા અને બેબી તરફથી સૌને હેલો.