નકુલ બાદ હવે દિશા પણ કહેશે ‘બડે અચ્છે લગતે હૈં 2’ને બાય-બાય

02 January, 2023 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આ શો વીસ વર્ષનો લીપ લેશે.

નકુલ મેહતા અને દિશા પરમાર

નકુલ મેહતા બાદ હવે દિશા પરમાર પણ ‘બડે અચ્છે લગતે હૈં 2’ને બાય-બાય કહેવાની છે. એકતા કપૂરનો આ શો ઘર-ઘરમાં જાણીતો છે. હવે આ શો વીસ વર્ષનો લીપ લેશે. આ શોમાં પ્રિયાના રોલમાં દિશા દેખાઈ રહી છે. આ શો છોડવાનું ખરું કારણ જણાવતાં દિશાએ કહ્યું કે ‘અગાઉ જ્યારે આ શોએ લીપ લીધો અને મારે પાંચ વર્ષની દીકરીની મમ્મીનો રોલ કરવાનો હતો ત્યારે મને થોડી શંકા હતી, પરંતુ બાદમાં ટ્રૅક ઇન્ટરેસ્ટિંગ બની ગયો અને હું પણ એને એન્જૉય કરવા લાગી. એથી મેં આ શો સાથે આગળ વધવાનું નક્કી કર્યું. એ મારા માટે ગ્રેટ અનુભવ રહ્યો. જોકે હવે શો વીસ વર્ષનો લીપ લેશે. મને એવું લાગે છે કે મેં આ શોમાં ઘણું યોગદાન આપ્યું છે. હવે દોઢ વર્ષ બાદ મને લાગે છે કે મારે નીકળી જવું જોઈએ. હું નવી શરૂઆત કરવા જઈ રહી છું.’

entertainment news television news indian television zee tv bade achhe lagte hain nakuul mehta