આ ચર્ચાનું કારણ એ હતું કે કેટલીક સર્કાઝમમાં કરવામાં આવેલી કમેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.
અજય બહલ
અર્જુન કપૂરની ‘લેડીકિલર’ને લઈને કેટલીક અફવાઓ ચાલી હતી અને એને લઈને અજય બહલે તમામ અફવાઓનો અંત આણ્યો છે. આ ફિલ્મને પૂરી કરવામાં નથી આવી અને એને એ જ રીતે રિલીઝ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલે કે ફિલ્મનો ક્લાઇમૅક્સ અધૂરો છોડવામાં આવ્યો હોવાની વાતો ચાલી રહી છે. આ ચર્ચાનું કારણ એ હતું કે કેટલીક સર્કાઝમમાં કરવામાં આવેલી કમેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અજય બહલે કહ્યું કે ‘ફિલ્મ પૂરી થઈ છે કે નહીં એ વિશે જે ચર્ચા ચાલી રહી છે એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. હું સમજી શકું છું કે વ્યંગમાં કંઈ કહ્યું હોય તો એની વ્યાખ્યા ખોટી રીતે કરવામાં આવી શકે છે. જોકે હું એ વાત કહેવા માગું છું કે ‘લેડી કિલર’ એક સંપૂર્ણ ફિલ્મ છે જેને દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પર મને ગર્વ છે. આ ફિલ્મને સફળ બનાવવા માટે એની સાથે સંકળાયેલા તમામ લોકોની મહેનત માટે હું તેમનો આભારી છું.’

