અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’માં અર્જુન કપૂર વિલનના રોલમાં દેખાય એવી શક્યતા છે

ફાઇલ તસવીર
અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’માં અર્જુન કપૂર વિલનના રોલમાં દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે કરીના કપૂર ખાન, રણવીર સિંહ, અક્ષયકુમાર અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. રોહિત શેટ્ટીના આ કૉપ યુનિવર્સમાં અર્જુન કપૂરની એન્ટ્રી તેના ફૅન્સને સરપ્રાઇઝ આપશે. રોહિત તેની ફિલ્મમાં કલાકારોની પસંદગીને લઈને ખૂબ ચોક્કસ હોય છે. તેની ફિલ્મને ભવ્ય બનાવવા માટે તે કોઈ કચાશ બાકી નથી રાખતો. તે પોતાની ફિલ્મમાં મોટા કલાકારોને કાસ્ટ કરે છે. તે બૉક્સ-ઑફિસ પર હંમેશાં ઍક્શનથી ભરપૂર ફિલ્મોથી ધમાલ મચાવે છે. ‘સિંઘમ’ની ત્રીજી ફ્રેન્ચાઈઝી છે ‘સિંઘમ અગેઇન’. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવે એવી પણ શક્યતા છે. એવામાં અર્જુન કપૂરને વિલનના રોલમાં ઍક્શન કરતો જોવો પણ અલગ અનુભવ રહેશે. આ સાથે જ જૅકી શ્રોફ પણ અર્જુનની સાથે વિલનની ભૂમિકામાં દેખાઈ શકે છે.