વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટીઝર શનિવારે રિલીઝ થયું હતું. શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મના પ્રોમોમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ‘સત્ય ઘટનાઓથી પ્રેરિત’ છે.
ઓ રોમિયો પહેલાં બનવાની હતી દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન સાથે?
વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટીઝર શનિવારે રિલીઝ થયું હતું. શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મના પ્રોમોમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ‘સત્ય ઘટનાઓથી પ્રેરિત’ છે. આ સ્પષ્ટતા પછી સોશ્યલ મીડિયા પર લોકો કમેન્ટ કરવા લાગ્યા કે આ ફિલ્મ અપરાધની દુનિયા સાથે સંકળાયેલાં હુસેન ઉસ્તરા અને સપનાદીદીના જીવન પર આધારિત હોઈ શકે છે. હવે આ ફિલ્મના પ્રોમો સાથે ૨૦૧૮ની એક વાત ફરી યાદ આવી ગઈ જ્યારે વિશાલ ભારદ્વાજે ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણ સાથેની એક ફિલ્મની જાહેરાત કરી હતી જેમાં પાત્રોનાં નામ અનુક્રમે ઉસ્તરા અને અફશા હતાં. હવે ‘ઓ રોમિયો’માં શાહિદ ઉસ્તરાનો રોલ ભજવે છે અને તૃપ્તિના પાત્રનું નામ અફશા છે. આ સમાનતા પછી માનવામાં આવે છે કે એક સમયે દીપિકા અને ઇરફાનને લઈને બનાવવા ધારેલી ફિલ્મ ‘ઓ રોમિયો’ હવે તૃપ્તિ અને શાહિદને લઈને બનાવવામાં આવી છે.


