૨૦૨૫ની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ધુરંધર’ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. આ નિર્ણયથી લદ્દાખમાં ફિલ્મ જોવા માટે ટિકિટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે અને એને કારણે દર્શકોને આકર્ષવામાં મદદ મળશે.
ધુરંધર (ફાઈલ તસવીર)
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સફળતાના નવા રેકૉર્ડ બનાવી રહી છે. હવે આ ફિલ્મ રિલીઝના ચોથા અઠવાડિયામાં ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. એ સિવાય ફિલ્મ સતત ૨૮ દિવસ ડબલ ડિજિટ કમાણી નોંધાવનાર એકમાત્ર હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૭૮૪.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે.

ADVERTISEMENT
ધુરંધર લદ્દાખમાં ટૅક્સ-ફ્રી
૨૦૨૫ની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ધુરંધર’ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. આ નિર્ણયથી લદ્દાખમાં ફિલ્મ જોવા માટે ટિકિટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે અને એને કારણે દર્શકોને આકર્ષવામાં મદદ મળશે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જાહેરાત કરવામાં આવી છે કે ‘લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તા બૉલીવુડ ફિલ્મ ‘ધુરંધર’ને લદ્દાખમાં ટૅક્સ-ફ્રી જાહેર કરે છે. ફિલ્મનું વ્યાપક શૂટિંગ અહીં થયું છે, જે લદ્દાખની સિનેમૅટિક સુંદરતાને પ્રકાશિત કરે છે. આનાથી ફિલ્મમેકર્સને પ્રોત્સાહન મળશે અને પર્યટન તેમ જ સ્થાનિક રોજગારી વધશે.’
મળતી માહિતી પ્રમાણે આ નિર્ણયનો મુખ્ય હેતુ લદ્દાખને ફિલ્મ-શૂટિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો અને પર્યટનને વેગ આપવાનો છે. એ સિવાય વહીવટી તંત્ર નવી ફિલ્મ પૉલિસી પર પણ કામ કરી રહ્યું છે જેમાં ફિલ્મ-પ્રોડક્શનને પૂર્ણ સમર્થન આપવામાં આવશે.


