દીપિકા પાદુકોણ હાલમાં અલ્લુ અર્જુન સાથેની ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં કામ કરી રહી છે.
દીપિકા પાદુકોણ, અલ્લુ અર્જુન
દીપિકા પાદુકોણ હાલમાં અલ્લુ અર્જુન સાથેની ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં કામ કરી રહી છે. આ એક બિગ બજેટ ફિલ્મ છે અને એનાં વિઝ્યુઅલ્સ અને ઍક્શન ઇન્ટરનૅશનલ ટીમ ડિઝાઇન કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે દીપિકા આ ફિલ્મનું શૂટિંગ એક જ શેડ્યુલમાં આટોપી લેશે અને આ માટે તેણે સળંગ ૧૦૦ દિવસ ફાળવ્યા છે.
આ ફિલ્મમાં દીપિકા લીડ ઍક્ટ્રેસ છે અને અલ્લુ અર્જુન ટ્રિપલ રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા સિવાય રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં છે. દીપિકા નવેમ્બર ૨૦૨૫થી શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ ૨૦૨૭ના સેકન્ડ હાફમાં રિલીઝ થશે.


